Skip to main content
Settings Settings for Dark

એશિયા કપ T20 માંથી બાંગ્લાદેશની ટીમ બહાર, શ્રીલંકાએ સુપર 4માં પ્રવેશ કર્યો

Live TV

X
  • શ્રીલંકા સામેની મેચમાં બાંગ્લાદેશનો બે વિકેટે પરાજય થયો હતો.

    એશિયા કપ T20 માંથી બાંગ્લાદેશની ટીમ બહાર થઇ ગઇ છે. ગુરુવારે દુબઇમાં રમાયેલી શ્રીલંકા સામેની મેચમાં બાંગ્લાદેશનો બે વિકેટે પરાજય થયો હતો. ટોસ જીતીને શ્રીલંકાએ બાંગ્લાદેશને પહેલા બેટીંગ સોંપી હતી, જેમાં તેણે સાત વિકેટે 183 રન કર્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાએ આઠ વિકેટે 184 રન કરી લીધા હતા. હવે શ્રીલંકા સુપર- ચારમાં પ્રવેશી ચૂકી છે. કુશલ મેન્ડિસને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે. એશિયાકપમાંથી બહાર ફેંકાયેલી બાંગ્લાદેશ પહેલી ટીમ બની ગઇ છે. આજે શારજાહા ક્રિકેટ સ્ટેડિયમમાં ગ્રુપ Aની મેચમાં પાકિસ્તાનનો મુકાબલો હોંગકોંગ સામે થશે. સ્પર્ધામાં ટકી રહેવા માટે બંને ટીમો માટે આ મેચ જીતવી જરૂરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply