ઓડીશામાં ચાલી રહેલી વિશ્વકપ હોકી સ્પર્ધામાં આજે ચાર મેચ રમાશે
Live TV
-
ઓડીશામાં ચાલી રહેલી વિશ્વકપ હોકી સ્પર્ધામાં આજે ચાર મેચ રમાશે. જેમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સાથે અને ફ્રાન્સનો મુકાબલો આર્જેન્ટિના સાથે થશે, જ્યારે અન્ય મેચોમાં બેલ્જિયમનો મુકાબલો જાપાન સાથે અને કોરિયાનો મુકાબલો જર્મની સાથે થશે. ગઇકાલે ભુવનેશ્વરમાં ભારત અને વેલ્સ વચ્ચે રમાયેલી મેચમાં ભારતની 4-2થી જીત થઈ હતી. જ્યારે અન્ય મેચોમાં ઇંગ્લેન્ડે સ્પેનને 4-0થી હરાવ્યું હતું. નેધરલેન્ડે ચિલીને 14-0થી હરાવ્યું હતું. તેમજ મલેશિયાએ ન્યૂઝીલેન્ડ સામે 3-2થી વિજય મેળવ્યો હતો.
