Skip to main content
Settings Settings for Dark

કુશ્તી સંઘે  રમતગમત મંત્રીના આશ્વાસન બાદ ધરણાં પૂરા કર્યા

Live TV

X
  • ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહ સામે લાગેલા આરોપોની તપાસ થશે. કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગસિંઘ ઠાકુરે શુક્રવાર મોડી રાત સુધી પહેલવાનો સાથે ચાલેલી બેઠક બાદ આરોપોની તપાસ માટે સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી. સમિતિ ચાર સપ્તાહમાં તપાસ પુરી કરીને અહેવાલ સરકારને સોંપશે. તપાસ પુરી નહીં થાય ત્યાં સુધી બ્રિજભૂષણસિંહ કુશ્તી સંઘથી પોતાની જાતને અલગ રાખશે. તે સાથે જ પહેલવાનોના ધરણા પણ સમાપ્ત થઇ ગયા છે. પહેલવાન બજરંગ પુનિયાએ સરકારના આ નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

    ધરણાં પૂરા થયા પછી પહેલવાન બજરંગ પૂનિયાએ કહ્યું કે, કેન્દ્રીય મંત્રીએ અમારી માગણીઓ સાંભળીને યોગ્ય આશ્વાસન આપ્યું છે. હું એમનો આભાર માનુ છું. અમને નિષ્પક્ષ તપાસ થવાની આશા છે, તેથી હવે હમે ધરણા પૂરા કરીએ છીએ. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply