Skip to main content
Settings Settings for Dark

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે આજે બીજી વન-ડે રમાશે, ન્યુઝીલેન્ડ સીરિઝ બરાબર કરવાનો પ્રયત્ન કરશે 

Live TV

X
  • ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની બીજી મેચ આજે રાયપુરમાં રમાશે. ભારતની ટીમે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 12 રને પરાજય આપ્યો  હતો. ભારત આમ સીરીઝમાં 1-0 થી આગળ છે. ન્યૂઝિલેન્ડ સીરીઝ બચાવવા મેદાનમાં ઉતરશે.

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને રોમાંચક મેચમાં 12 રને હરાવ્યું હતું. કિવી ટીમ તરફથી માઇકલ બ્રેસવેલે લડાયક 78 બોલમાં 140 રન ફટકાર્યા હતા. મિચેલ સેન્ટનરે 57 રન બનાવ્યા હતા. આ બન્ને વચ્ચે 162 રનની પાર્ટનરશિપ થઈ હતી. ન્યૂઝીલેન્ડ 49.2 ઓવરમાં 337 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ હાઇસ્કોરિંગ મેચમાં કિવીઝના માઇકલ બ્રેસવેલે શાનદાર લડત આપી હતી. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી હતી. તો કુલદીપ-શાર્દૂલને 2-2 વિકેટ મળી હતી. મોહમ્મદ શમી અને હાર્દિકે 1-1 વિકેટ લીધી હતી. 3 મેચની વન-ડે સિરીઝમાં ભારતે 1-0ની લીડ મેળવી લીધી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply