Skip to main content
Settings Settings for Dark

ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મુક્કેબાજ મેરી કોમ ટોક્યો ઓલિમ્પિક્સ માટે થયા ક્વોલિફાય 

Live TV

X
  • ઓલિમ્પિકના ચંદ્રક વિજેતા મુક્કેબાજ મેરી કોમ સહિત આઠ ભારતીય બોક્સરોએ આગામી ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કર્યું 

    ભારતીય મુક્કેબાજોએ જોર્ડનમાં એશિયા ઓલિમ્પિક ક્વોલિફાયરમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે જેનાથી ભારતને 8 ઓલિમ્પિક ક્વોટા પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે. સોમવારે મેરીકોમે ફિલિપાઇન્સના બોક્સર આઇરિશ મેગ્નોને 5-0થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ જીતની સાથે મેરી કોમે ઓલિમ્પિક ક્વોટા પણ જીત્યો. આ દરમિયાન, મુક્કાબાજ સિમરનજીત કૌરે પણ 60 કિગ્રા વર્ગમાં મંગોલિયાના નમુનને 5-0થી હરાવીને ઓલિમ્પિક ક્વોટા જીત્યા હતા. અમિતે 52 કિલોગ્રામ કેટેગરીમાં પાલમને 4-1થી હરાવી સેમિફાઇનલમાં સ્થાન સુનિશ્ચિત કર્યું હતું. સતિષ કુમારે એકપક્ષી મેચમાં મંગોલિયા ઓટગોનબાયર દેવીને 5-૦થી હરાવીને ઓલિમ્પિક ક્વોટા જીત્યા હતા, જ્યારે આશિષ કુમારે ઇન્ડોનેશિયાની માચેલ મુસ્કિતાને સમાન અંતરથી હરાવીને દેશનો ચોથો ઓલિમ્પિક ક્વોટા જીત્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
apply