Skip to main content
Settings Settings for Dark

ઓલિમ્પિક: હૉકીમાં ભારતે ન્યૂઝીલેન્ડને 3-2 થી હરાવ્યું

Live TV

X
  • ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમે શાનદાર શરૂઆત કરી છે. ભારતે પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2 થી હરાવ્યું છે. ભારતીય ટીમે અપેક્ષા મુજબ પ્રદર્શન કરતા ગ્રુપ-એની આ મેચ જીતી લીધી. અનેક વીડિયો રેફરલ સાથે રમવામાં આવેલી આ મેચમાં આખરી મિનિટોમાં ન્યૂઝીલેન્ડને પેનલ્ટી કોર્નર મળ્યો હતો, જેને શ્રીજેશે ગોલમાં બદલવા દીધી ન હતો.

    હરમનપ્રીતે મેચમાં મહત્વના 2 ગોલ કર્યા. આ ઉપરાંત રૂપિન્દર પાલ સિંહે પણ મેચની 10મી મિનિટમાં પેનલ્ટી સ્ટ્રોકમાં ગોલ કર્યો હતો. મેચની છઠ્ઠી મિનિટમાં ન્યૂઝીલેન્ડ માટે પેનલ્ટી કોર્નર સ્પેશિયાલિસ્ટ કેન રસેલે ગોલ કર્યો હતો. રૂપિન્દર સિંહનાં ગોલથી મેચ બરાબરી પર આવી હતી. ડ્રેગ ફિલ્કર હરમનપ્રીત સિંહે 26 મી અને 33 મી મિનિટમાં ગોલ કર્યા હતા. ન્યૂઝીલેન્ડ માટે બીજો ગોલ 43મી મિનિટમાં સ્ટીફન જેનિસે કર્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply