ટોક્યો ઓલિમ્પિક હોકી, વેઈટ-લિફ્ટીંગ, તીરંદાજી, બેડમિંટનમાં ભારતનું શાનદાર પ્રદર્શન
Live TV
-
ટોક્યોમાં ઓલિમ્પિક રમતોત્સવનો ગઈકાલથી આરંભ થયો. કોરોના રોગચાળાને કારણે એક વર્ષ મુલતવી રાખ્યા બાદ ગઈકાલે સાંજે ટોક્યોમાં 32મા સમર ઓલિમ્પિકની શરૂઆત થઈ. જાપાનની રાજધાનીમાં ખાસ બંધાયેલા નેશનલ સ્ટેડિયમ ખાતે વિવિધ ઇવેન્ટ યોજાઇ રહી છે.
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પહેલો મેડલ જીતી લીધો છે. વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ મહિલાઓની 49 કિલોની વેઇટ કેટેગરીમાં કુલ 202 કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીતી છે. ચીનની હોઉ જિહૂઈએ 210 કિલોગ્રામ વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ઈન્ડોનેશિયાની કેન્ટિકા વિન્ડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
ભારતની દિપિકા કુમારી અને પ્રવિણ જાધવની જોડીએ ટોક્યો ઓલિમ્પિકમાં તિરાંદાજી સ્પર્ધાની મિક્સ ટીમ ઈવેન્ટમાં ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો. દિપીકા અને પ્રવિણની જોડીએ પ્રિ- ક્વાર્ટર ફાઈનલમાં ચાઈનીઝ તાઈપેઈની તાંગ-ચી-ચુન અને લીન-ચીયા-યેનની જોડીએ 5-3 થી પરાજય આપ્યો હતો.
ભારતીય શૂટર સૌરભ ચૌધરી 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટની ફાઈનલમાં પહોંચી ગયો છે. સૌરભ 6ઠ્ઠી સિરીઝના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં 600 પોઇન્ટમાંથી 586 સ્કોર પર પ્રથમ રહ્યો હતો. આ ઇવેન્ટમાં અન્ય એક બીજા ભારતીય શૂટર અભિષેકને ક્વોલિફાઇંગ રાઉન્ડમાં જ બહાર કરી દેવાયો હતો. 575 પોઇન્ટ સાથે તે 17મા ક્રમે રહ્યો છે. ક્વોલિફાઇંગમાં ટોપ -8 સ્થાને રહેનારા શૂટરને ફાઇનલમાં જગ્યા મળે છે.
ચીને ટોક્યો ઓલિમ્પિક્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ચીનની યાંગ ક્વિનાને ફાઇનલમાં 251.8 ના સ્કોર સાથે ઓલિમ્પિક રેકોર્ડ બનાવતા ગોલ્ડ મેડલ જીત્યો. રશિયાની અનાસ્તાસિયા ગાલાસિનાએ સિલ્વર અને સ્વિટ્ઝર્લેન્ડની નીના ક્રિસ્ટિએને બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતીય શૂટર ઇલાવેનિલ વાલારિવન અને અપૂર્વી ચંદેલા ક્વાલિફિકેશન રાઉન્ડમાં જ બહાર નીકળી ગઈ.
