Tokyo ઓલ્મિપિકસમાં ભારતનો પ્રથમ મેડલ મીરાબાઈ ચાનૂને નામ: અભિનંદનની વર્ષા
Live TV
-
ગઈકાલથી આરંભાયેલા ટોક્યો ઓલ્મિપિકસમાં ભારતના ખેલાડીઓ પોતાની ભાગીદારી નોંધાવી રહ્યાં છે. 130 કરોડ ભારતીયોની શુભેચ્છાઓનું પરિણામ હવે મળી રહ્યું છે. Tokyo ઓલ્મિપિકસમાં ભારતે પ્રથમ મેડલ પ્રાપ્ત કર્યો છે. Weight-lifting માં મીરાબાઈ ચાનૂએ 49 કિલો વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો છે. 21 વર્ષ બાદ ભારતને વેઈટ લિફ્ટિંગમાં મેડલ મળ્યો છે.
મીરાબાઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સહિત અનેક લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મીરાબાઈ ચાનૂ સાથે વાત કરીને અભિનંદન પાઠવ્યા હતા.
સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનૂએ જીત બાદ જણાવ્યું હતું કે દેશ માટે સિલ્વર મેડલ જીતીને તેઓ ખૂબ ખુશી અનુભવે છે. અન્ય ખેલાડીઓની વાત કરવામાં આવે તો ટોકિયો ઓલિમ્પિકસમાં ભારતીય તીરંદાજ દિપિકા કુમારી, અને પ્રવિણ જાધવની જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. ચીની-તાઇપેઇ જોડીને હરાવીને ભારતીય તીરંદાજ જોડીએ આ સફળતા હાંસલ કરી છે. સાથે જ ભારતની પુરૂષ હોકી ટીમે પ્રથમ મુકાબલામાં વિજય મેળવ્યો છે. તેણે ન્યુઝીલેન્ડની ટીમને 3-2 થી હરાવીને પ્રથમ મુકાબલો જીતી લીધો છે. આગામી દિવસોમાં પણ ભારતના ખેલાડીઓ ભારતનું ગૌરવ વધારે તે માટે દેશમાં ઠેર ઠેર 'વિકટરી પંચ' દ્વારા લોકો ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યાં છે.
