Skip to main content
Settings Settings for Dark

જાણો, ઓલિમ્પિકમાં આજના દિવસના વિશેષ સમાચારો વિગતે

Live TV

X
  • મારા દેશ માટે ઓલિમ્પિકમાં રજત પદક જીતીને હું ખુબ ખુશ છું. આ શબ્દો છે 21 વર્ષ બાદ દેશને વેઈટ લિફ્ટિંગમાં રજત પદક અપાવનાર મીરાબાઈ ચાનૂના 

    ટોકિયો ઓલિમ્પિકમાં આજે વેઈટલિફ્ટિંગની 49 કિલોની કેટેગરીમાં મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ સર્જ્યો છે. મીરાબાઈ ચાનૂએ ક્લીન એન્ડ જર્કમાં 115 કિલો અને સ્નેચમાં 87 કિલો સાથે 202 કિલો વજન ઉઠાવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.

    આ પહેલા વર્ષ 2000માં કર્ણમ મલ્લેશ્વરીએ સિડની ઓલિમ્પિકમાં ભારતને વેઈટ લિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.

    આજે જીત બાદ મીરાબાઈ ચાનુને પ્રધાનમંત્રીમ, રાષ્ટ્રપતિ - ઉપરાષ્ટ્રપતિ અને અન્ય મહાનુભાવો તરફથી શુભચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે. આજે સાંજે મીરાબાઈ ચાનુએ ટોક્યોથી મીડિયાને સંબોધન કર્યું હતું જેમાં તેમણે અત્યાર સુધીની સફર અને અનુભવો વિશે વાત કરી હતી. આ પહેલા મીરાબાઈ ચાનુ 2017માં 48 કિલો કેટેગરીમાં ચેમ્પિન બન્યા હતા.જોકે 2016માં તેના માટે રિયો ઓલિમ્પિક નિરાશજનક રહી હતી. ત્યારબાદ 2018ની કોમનવેલ્થ ગેમ્સમાં તેમણે ગોલ્ડ મેડલ મળ્યો હતો.

    ઓલિમ્પિકમાં આજે અન્ય સમતોની વાત કરીયે તો ભારતીય હોકી ટીમે પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું છે. ભારત માટે રૂપિન્દર પાલ સિંહે 10મી મિનેટે પર પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કર્યો હતો. અને ત્યારબાદ ક્રમશ 26મી અને 33મી મિનિટે ડ્રેગ ફ્લિપર હરમનપ્રીત સિંહે નિર્ણાયક 2 ગોલ કર્યા હતા. ભારતીય હોકી ટીમ 25મી જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયા સામે બીજી મેચ રમશે.

    વધુમાં આજે તીરંદાજીમાં દીપિકા કુમારી અને પ્રવીણની જોડી મિક્સ્ડ ડબલ્સમાં કોરિયાની ટીમના સામે હારીને આ કેટેગરીમાંથી બહાર થઇ ગઈ. ક્વાર્ટર ફાઈનલમાં કોરિયાની એન સાન અને કિન જેએ ભારતીય જોડીને 6-2થી માત આપી હતી. 10 મીટર એર પિસ્ટલ કેટેગરીની ફાઈનલમાં સૌરભ ચૌધરીએ પોતાનું સ્થાન બનાવ્યું તો હતું પણ 7માં ક્રમે જ સીમિત રહેવું પડ્યું હતું. 

    મહિલા 10 મીટર એર રાઈફલ ક્વોલિફિકેશન રાઉન્ડમાં વિશ્વનાં પ્રથમ ક્રમાંકિત શૂટર ઈલાવેનિલ વાલારિવન અને પૂર્વ નંબર 1 અપૂર્વી ચંદેલા ક્વોલિફિકેશન રાઉન્ડમાંથી જ બહાર થયા. 626.5 અંક સાથે ઈલાવેનિલ વેલારિવન 16માં નંબરે રહ્યા.બીજી તરફ જુડોમાં સુશીલા દેવીને હંગેરીના ઈવા સામે પહેલા રાઉન્ડમાં હાર મળી છે.

    ટેબલ ટેનિસમાં મહિલા સિંગલ્સનાં પ્રથમ રાઉન્ડમાં ભારતનાં મણિકા બત્રાએ બ્રિટનનાં ટીન-ટીન હો સામે અને સુતીર્થા મુખર્જીએ સ્વીડનનાં ખેલાડી સામે જીત મેળવી હતી. આ સિવાય ટેબલ ટેનિસનાં મિક્ષ ડબલમાં આજે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. 

    વાત કરી બેડમિંટનની તો મેન્સ ડબલ ગ્રુપ પ્લે સ્ટેજમાં સાત્વિકસાઇરાજ અને ચિરાગ શેટ્ટીએ ચાઇનીસ તાઇપેઇ સામે 5-3 થી વિજય મેળવ્યો છે, બીજી તરફ મેન્સ સિંગલ્સ ગ્રુપ પ્લે સ્ટેજમાં સાંઈ પ્રણિતને ઈઝરાયેલના ઝિલ્બરમેન મિશા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

    આજે ટેનિસ માટે પણ ભારતનો દિવસ સકારાત્મક રહ્યો. #Olympics માં સુમિત નાગલ 1996થી પુરુષ સિંગલ્સનાં બીજા રાઉન્ડમાં પહોંચવાવાળા પ્રથમ ભારતીય બન્યા. તેમણે આજે ઉઝબેકિસ્તાનના ઇસ્ટોમીન ડેનિસને 6-4, 6-7, 6-4 થી માત આપી.

    મુક્કેબાજીમા આજે ભારતને નિરાશા મળી. મેન્સ વેલ્ટરવેઇટ કેટેગરીમાં ભારતીય મુક્કેબાજ વિકાસ ક્રિષ્નનને જાપાનનાં મુક્કેબાજ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જયારે નેધરલેન્ડ સામે ભારતીય હોકી ટીમની 5-1 થી હાર થઇ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply