ટોક્યો ઓલિમ્પિક્સ 2020નો આજે બીજો દિવસ
Live TV
-
ભારતની મેરી કોમ આજે બપોરે ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં પ્રથમ મેચ રમશે
ઓલિમ્પિક્સના બીજા દિવસે પણ ભારતીય ખેલાડીઓનું ખુબ જ સરસ પ્રદર્શન જોવા મળ્યું. નૌકાયનમાં ભારતના અર્જુન લાલ જટ અને અરવિંદ સિંહ સેમી ફાઈનલમાં પહોંચ્યા છે ત્યારે ગ્રુપ મેચમાં પી.વી સીધુંએ 29 મિનિટમાં ઇઝરાઇલની કસેનિયા પોલીકરપોવાને 21-7, 21-10થી હરાવી શાનદાર જીત નોંધાવી છે. મહિલા આર્ટિસ્ટિક જીમ્નાસ્ટીક્સની ચાર કેટેગરીમાં પ્રણતિ નાયકે કુલ 42.565નો સ્કોર નોંધાવ્યો છે.
ભારત માટે છ વખતની વિશ્વ ચેમ્પિયન મેરી કોમ 51 કિલોગ્રામ કેટેગરીમાં મેરી કોમ બપોરે 1.30 વાગ્યે ડોમિનીકન રિપબ્લિકની મિગુલિના હર્નાન્ડેઝ ગાર્સિયા સામે તેનો ટોક્યો ઓલિમ્પિક્સ 2020નો પ્રથમ મુકાબલો લડશે. ભારતીય પિગિલિસ્ટ મનીષ કૌશિક બપોરે 3 વાગ્યે પુરુષોના હળવા વજનના રાઉન્ડમાં ગ્રેટ બ્રિટનના લ્યુક એમસીકોર્મેક સાથે ટકરાશે. દિવ્યંશ સિંહ પનવર અને દિપક કુમાર પણ સવારે 9.30 વાગ્યે પુરુષોની 10 મીટર એર રાઇફલ શૂટિંગ ઇવેન્ટમાં એક્શનમાં આવશે.
