ટોક્યો ઓલિમ્પિકમાં દ્વિતીય દિવસે ભારતનાં પ્રદર્શનનો સંક્ષિપ્ત અહેવાલ
Live TV
-
બેડમિંટનમાં પી. વી. સિંધુએ પ્રથમ ગ્રુપ મેચમાં પોલીકાર્પોવા સામે 21-7,21-10 થી સરળ જીત મેળવી હતી.
ટેબલ ટેનિસમાં માનિકા બત્રાએ પેશોટ્સ્કા સામે 4-3 થી જીત મેળવી હતી. સાથિયાન ગ્નાનસેકરનને 3-4 થી હારનો સામનો કરવો પડ્યો હતો.
બોકસિંગમાં મુક્કાબાજ મેરી કોમે 51 કિલોગ્રામ વર્ગમાં 4-1 થી જીત મેળવી હતી. અન્ય મુકાબલામાં મુક્કાબાજ મનીષ કૌશિકની 4-1 થી હાર થઇ હતી.
રોઇંગમાં અર્જુન લાલ અને અરવિંદ સિંહે સેમીઝ માટે ક્વોલિફાય કર્યુ હતુ . તે રેપિચેજમાં ત્રીજા સ્થાન પર રહ્યા હતા.
શૂટિંગમાં સ્કીટમાં ક્વોલિફિકેશનનાં પ્રથમ દિવસનાં અંતે અંગદ બાજવા 11માં સ્થાન પર રહ્યો હતો અને માઈરાજ ખાન 25માં સ્થાન પર રહ્યો હતો.
શૂટિંગમાં પુરુષોનાં 10 મીટર એર રાઇફલમાં દિવ્યાંશ પનવાર અને દીપક કુમાર અને મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં મનુ ભાકર અને યશશ્વિની ફાઇનલ માટે ક્વોલિફાય કરવામાં અસફળ રહ્યા હતા.
ટેનિસમાં સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાની જોડી પ્રથમ રાઉન્ડમાં 6-0, 6-7,8-10 થી હારીને બહાર થઇ ગઈ હતી.
હોકીમાં ઓસ્ટ્રેલિયાએ ભારત ને 7-1 થી હાર આપી હતી.
સ્વિમિંગમાં માના પટેલ અને શ્રીહરિ નટરાજ હીટ રાઉન્ડમાં બહાર થઇ ગયા હતા. માના 39માં સ્થાન અને શ્રીહરિ 27 માં સ્થાન પર રહ્યા હતા.
સેઈલિંગ પ્રતિયોગિતામાં મહિલા લેસર રેડિયલ હીટમાં નેથરા કુમાનને તેમની 10 માંથી બે રેસ સમાપ્ત કરી હતી . એકંદરે તે 27 માં સ્થાન પર છે.
સેઈલિંગ પ્રતિયોગિતામાં પુરુષ લેસર હીટમાં વિષ્ણુ સરાવનન પ્રથમ રેસમાં 14 માં સ્થાન પર રહ્યો હતો.
