ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસની પુરુષ ડબલ્સની ફાઇનલ આજે મેલબોર્ન ખાતે રમાશે
Live TV
-
ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસની પુરુષ ડબલ્સની ફાઇનલમાં, ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડેનની જોડી આજે ઇટાલીના સિમોન બોલેલીઅને એન્ડ્રીયા વાવાસોરીની જોડી સામે મેચ રમશે. મેલબોર્નમાં રમાનાર બપોરે 3. મેચ15 વાગ્યે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, સેમિફાઇનલમાં, આ જોડીએ જર્મનીના યાનિક હેનફમેન અને ડોમિનિક કોએફરને 2-1 થી હરાવ્યા હતા.
ભારત-ઓસ્ટ્રેલિયાની જોડી માટે આ બીજી સીધી પુરુષોની ડબલ્સ ફાઈનલ છે કારણ કે આજોડી ગયા વર્ષે યુએસ ઓપનમાં રનર-અપ રહી હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં, બોપન્નાએ 43 વર્ષની ઉંમરે, પુરુષોની ડબલ્સમાં વિશ્વ નંબર 1 રેન્કિંગ હાંસલ કરીને, સૌથી વૃદ્ધ ટેનિસખેલાડી બનીને ઇતિહાસ રચ્યો હતો.