ઓસ્ટ્રેલિયન ઓપન 2023: બેલારુસની આરીના સાબાલેન્કાએ મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો
Live TV
-
ઓસ્ટ્રેલિયન ઓપન 2023માં બેલારુસની આરીના સબાલેન્કાએ ઓસ્ટ્રેલિયન ઓપન મહિલા સિંગલ્સની ફાઇનલમાં બાવીસમી ક્રમાંકિત કઝાકિસ્તાનની એલેના રાયબાકીનાને હરાવી. સાબાલેન્કાએ રાયબાકીનાને 4–6, 6–3, 6–4થી હરાવી તેણીની પ્રથમ સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ જીતી લીધી છે. વિમ્બલ્ડન ચેમ્પિયન રાયબકીના પ્રથમ સેટ જીત્યા પછી નિયંત્રણમાં હોય તેવું લાગતું હતું, પરંતુ સાબાલેન્કા દ્વારા બીજા સેટમાં તેને પરાજય આપ્યો હતો
અગાઉ સેમી-ફાઈનલમાં, રાયબકીનાએ બે વખતની ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતા વિક્ટોરિયા અઝારેન્કાને 7–6(4), 6–3થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સાબાલેન્કાએ સેમી-ફાઈનલમાં મેગ્ડા લિનેટને 7-6(1), 6-2થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો
