ઓસ્ટ્રેલિયાના સ્ટાર પ્લેયર ડેવિડ વોર્નરે વન-ડે ફોર્મેટમાં થી સન્યાસ જાહેરત કરી, ટેસ્ટ બાદ હવે વનડે ક્રિકેટને પણ અલવિદા
Live TV
-
ડેવિડ વોર્નર ટેસ્ટ બાદ વનડે ફોર્મેટ માંથી પણ સન્યાસ જાહેર કરી ક્રિકેટ પ્રેમિયોને ચોંકાવ્યા, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાકિસ્તાન સામે પોતાની વિદાય ટેસ્ટ રમવાના બે દિવસ પહેલા કરી સન્યાસની જાહેરાત.
ઓસ્ટ્રલિયાના ઓપનર ડેવિડ વોર્નર વનડે ક્રિકેટ માંથી સન્યાસની જાહેરાત કરીને વર્ષ ના પહેલા જ દિવસે ક્રિકેટ પ્રેમિયોને એક મોટો આંચકો આપ્યો છે. ડભોડિ બેટ્સ મેન વોર્નર પોતાના વિસ્ફોટક અંદાજ માટે વલ્ડ ક્રિકેટમાં એક આગવી છાપ ધરાવે છે. ભારતમાં પણ વોર્નરની લોકપ્રિયતા ઘણી વધારે જોવા મળે છે.
સન્યાસની જાહેરાત બાદ વોર્નરની છેલ્લી મેચ ભારત સામે વિશ્વકપ ફાઈનલ 2023 જે ગયા મહિને નવેંબરમાં રમાયી હતી તે છે. વોર્નર હજી ટી-20 ક્રિકેટમાં રમતા જોવા મળશે. વોર્નર ઓસ્ટ્રેલિયા 2023 વર્લ્ડ કપ જીતાડવામાં ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વોર્નરે 2023 વર્લ્ડકપમાં 11 મેચમાં 108 સ્ટ્રીઈક રેટથી 535 રન બનાવ્યા હતા. વોર્નરે વનડે ક્રિકેટ માં બે વખત વિશ્વ વિજેતા ટીમનો એક મહત્વપૂર્ણ ખિલાડી રહી ચૂકેલ છે. 2023 વર્લ્ડકપમાં વોર્નરે 2 સતક લગાવ્યા હતા જેમાં પાકિસ્તાન વિરુદ્ધની 163 રન પણ સામેલ છે.
વોર્નરના વનડે ક્રિકેટમાં અનેક રેકોર્ડ પોતાના નામે કરેલ છે, 161 વનડે ઈન્ટર નેશનલમાં 45.30ની એવરેજ થી 6932 રન બનાવેલ છે. 22 સદી અને 33 અર્ધ સદી સાથે વોર્નર ઓસ્ટ્રેલિયાના છટ્ટા નંબરના સૌથી વધુ રન બનાવનાર પ્લેયર છે.
વોર્નર આઈપીએલમાં સનરાઈઝર હૈદરાબાદમાં કેપ્ટન રહી ચૂકેલ છે અને હાલ દિલ્લી કેપિટલમાં ઓપનિંગ કરતા જોવા મળશે.