મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ મેચની છેલ્લી ઓવરમાં ભારતને 3 રને હરાવ્યું
Live TV
-
મહિલા ક્રિકેટમાં, ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે રાત્રે વાનખેડે સ્ટેડિયમ ખાતે મેચની છેલ્લી ઓવરમાં ભારતને 3 રને હરાવ્યું અને ત્રણ મેચની વન ડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી.
ઉલ્લેખનીય છે કે, ઑસ્ટ્રેલિયાનો 259 રનનો લક્ષ્યાંક મેળવવા માટે ભારતીય મહિલા ટીમ 50 ઓવરમાં 8 વિકેટે 255 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એનાબેલ સધરલેન્ડે ત્રણ વિકેટ ઝડપી હતી. ભારત તરફથી રિચા ઘોષે સૌથી વધુ 96 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા, ઓસ્ટ્રેલિયાએ તેમની નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટે 258 રન બનાવ્યા હતા. ફોબી લિચફિલ્ડે 63 રન બનાવ્યા અને એલિસ પેરીએ અડધી સદી ફટકારીહતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ 5 વિકેટ લીધી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચમાં ભારતને 6 વિકેટે હરાવ્યું હતું. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ 2 જાન્યુઆરીએ રમાશે.