બીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની 3 રનથી જીત
Live TV
-
બીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની 3 રનથી જીત
બીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને 3 રનથી હરાવ્યું. ઓસ્ટ્રેલિયાએ ભારતને 259 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેની સામે ભારતીય ટીમ 8 વિકેટના નુકસાને 50 ઓવરમાં 255 રન જ કરી શકી હતી. બીજી વનડેને જીતીને ઓસ્ટ્રેલિયાએ 3 મેચની સિરિઝમાં 2-0 ની અજય લીડ મેળવી છે. બીજી વનડેમાં ભારતીય બેટ્સમેન યાસિકા ભાટિયા 14 રન બનાવીને આઉટ થઈ, સ્મૃતિ મંધાના 34 રને કેચ આઉટ થઈ. જે બાદ જેમિમા રોડ્રિગ્ઝ અને રીચા ઘોષે ભારતીય પારીને આગળ વધારી અને 88 રનની ભાગીદારી નોંધાવી. રિચા ઘોષે 96 રન સાથે પોતાનું અર્ધશતક પૂર્ણ કર્યું. જેમિમા 44 રન બનાવીને આઉટ થઈ. ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમે 50 ઓવરમાં આઠ વિકેટે 258 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા માટે ફીબી લિચફિલ્ડે 63 અને એલિસે પેરીએ 50 રન કર્યા હતા.