કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે દેશમાં Football4Schools પહેલના અમલીકરણ માટે FIFA અને AIFF સાથે MoU પર હસ્તાક્ષર કર્યા
Live TV
-
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે દેશમાં 'Football4Schools' પહેલ માટે FIFA અને ઑલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં બોલતા, શિક્ષણ મંત્રાલય ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે નવી શિક્ષણ નીતિ 2020માં રમતગમતને ગર્વનું સ્થાન આપવામાં આવ્યું છે અને ફૂટબોલ 4 સ્કૂલ પ્રોગ્રામ તેની ભાવનાને સમર્થન આપે છે. તેમણે કહ્યું કે ફૂટબોલ એક અત્યંત લોકપ્રિય રમત છે અને Football4Schools પ્રોગ્રામ તેનો ઉપયોગ બાળકોને પ્રેરણા આપવા અને તેમના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા માટે સકારાત્મક સાધન તરીકે કરે છે.
ધર્મેન્દ્ર પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે 'Fotball4Schools'નો હેતુ ભારતમાં 2 કરોડ 50 લાખ યુવા છોકરાઓ અને છોકરીઓને રમતગમત-સંકલિત શિક્ષણ દ્વારા સશક્ત કરવાનો છે. FIFA પ્રમુખ, ગિન્ની ઇન્ફેન્ટિનો અને અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ, કલ્યાણ ચૌબેએ સંબંધિત સંસ્થાઓ વતી એમઓયુ પર હસ્તાક્ષર કર્યા.
