Skip to main content
Settings Settings for Dark

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા લોન બોલ્સ ટીમે રચ્યો ઇતિહાસ, ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 17-10 થી આપી માત

Live TV

X
  • કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા ટીમે ઈતિહાસ રચી દિધો છે. કોમનવેલ્થ ગેમ્સમાં લોન બોલ્સમાં પ્રથમ વખત ગોલ્ડ જીતી લીધો છે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારત ખેલાડીઓનું દમદાર પ્રદર્શન ચાલું છે. ભારતે હવે લોન બોલની રમતમાં ઈતિહાસ રચ્યો છે. ભારતીય મહિલા ટીમે લોન બોલમાં પહેલી વાર ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. 

    લોન બોલ્સ ઈવેન્ટની ફાઈનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 17-10થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. 92 વર્ષના ઈતિહાસમાં આ પહેલી વખત છે જ્યારે ભારતે આ ઈવેન્ટમાં મેડલ જીત્યો છે, તે પણ હવે તેનો સીધો ગોલ્ડ મેડલ છે. લગભગ અઢી કલાક સુધી ચાલેલી આ રોમાંચક મેચમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા, શરૂઆતમાં ટીમ ઈન્ડિયાએ લીડ મેળવી લીધી હતી પરંતુ તે પછી સાઉથ આફ્રિકાએ પણ વાપસી કરી હતી.અંતમાં ટીમ ઈન્ડિયાની શાનદાર રમત કામમાં આવી અને ભારતે 17-10થી મેચ જીતી લીધી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply