કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે જીત્યા 7 ગોલ્ડ મેડલ, વિશ્વના 53 દેશોમાંથી ચોથા ક્રમે
Live TV
-
અત્યાર સુધીમાં ભારતે કુલ 12 મેડલો મેળવ્યા, 2 સિલ્વર તો 3 બ્રોન્ઝ મેડલ.
ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભારતીય ખેલાડીઓનો દબદબો ચાલી રહયો છે. ભારતની મહિલા વેટલિફ્ટર પૂનમ યાદવે કોમનવેલ્થ ગેમ્સમાં રવિવારે ચોથા દિવસે ભારતને સ્વર્ણિમ શરૂઆત આપી છે. ત્યાર બાદ 10 મીટર એર પિસ્ટલમાં પણ એક ગોલ્ડ અને રજત ભારતના નામે થયા છે.
પૂનમ યાદવે વેટલિફ્ટિંગમાં મહિલાઓની 69 કિલોવર્ગ શ્રેણીમાં ભારતને પાંચમો સ્વર્ણ પદક આપ્યો હતો. જ્યારે મનૂ ભાકર એર પિસ્ટલમાં ભારતને છઠ્ઠો ગોલ્ડ અપાવ્યો છે. આ ઉપરાંત 10 મીટર એર પિસ્ટલમાં ભારતને રજત પદક પણ મળ્યો છે. હિના સિદ્ધુએ રજત મેડલ પોતાને નામ કર્યું છે. વેટલિફ્ટિંગ સિવાયની રમતમાં આ પહેલો ગોલ્ડ મેડલ છે. અત્યાર સુધી ભારત 7 ગોલ્ડ મેડલ મળ્યાં છે.
પૂનમે કુલ 222 કિલોનો ભાર ઉંચક્યો હતો. તેમણે સ્નેચમાં 100 કિલોનો ભાર ઉઠાવીને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. જ્યાં ક્લીન એન્ડ જર્કમાં તેમણે 122 કિલોગ્રામનો ભાર ઉઠાવીને બહેતરીન પ્રદર્શન કર્યું.
કોણે જીત્યા ગોલ્ડ મેડલ ?
ફિમેલ 10 મી. પિસ્તોલ - મનુ ભાકર
ટેબલ ટેનિસ - મહિલા ટીમ
વેઇટલિફટિંગ મેલ 77 કિ.ગ્રા. - સતિષ કુમાર
વેઇટલિફટિંગ મેલ 87 કિ.ગ્રા. - વેન્કટ રાહુલ
વેઇટલિફટિંગ ફિમેલ 48 કિ.ગ્રા. - ચાનું સિખોમ
વેઇટલિફટિંગ ફિમેલ 53 કિ.ગ્રા. - સંજીતા ચાનું
વેઇટલિફટિંગ ફિમેલ 69 કિ.ગ્રા. - પુનમ યાદવ
કોણે જીત્યા સિલ્વર મેડલ ?
ફિમેલ 10 મી. પિસ્તોલ - હિના સિંધુ
વેઇટલિફટિંગ મેલ 56 કિ.ગ્રા. - ગુરુરાજા
કોણે જીત્યા બ્રોન્ઝ મેડલ ?
મેલ 10 મી. પિસ્તોલ - રવિ કુમાર
વેઇટલિફટિંગ મેલ 69 કિ.ગ્રા. - દિપક લાઠેર
વેઇટલિફટિંગ મેલ 94 કિ.ગ્રા. - વિકાસ ઠાકુર