કૉમન વૅલ્થ ગેમ્સ 2018 : ભારતની દીકરીઓ ઝળકી, ભારત ત્રીજા સ્થાને
Live TV
-
વેઇટલિફ્ટિંગમાં પૂનમ યાદવ તેમજ શૂટિંગમાં મનુ ભાકરને સુવર્ણચંદ્રક - છ સુવર્ણ, બે રજત અને બે કાંસ્ય પદક સાથે કોમનવેલ્થમાં ભારત ત્રીજા સ્થાને.
ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ભારતે છ સુવર્ણ, બે રજત અને બે કાંસ્ય ચંદ્રક મેળવ્યા છે. આજે ચોથા દિવસે પુનમ યાદવને વેઇટલિફ્ટિંગમાં જ્યારે 16 વર્ષની મનુ ભાકરને શૂટિંગ એર પિસ્ટલમાં સુવર્ણ ચંદ્રક મળ્યા હતા. હિના સિદ્ધુને શૂટિંગમાં જ રજત ચંદ્રક મળ્યો હતો. રવીકુમારને 10 મીટર રાઇફલ શૂટિંગમાં કાસ્યં ચંદ્રક મળ્યો હતો. ભારતની બેડમિન્ટન ટીમ મિકસડ ટીમ ઇવેનમાં ફાઈનલમાં પહોંચી ચૂકી છે. તો ટેબલ ટેનિસ મહિલા ટીમને પણ ફાઈનલમાં પ્રવેશવામાં સફળતા મળી છે. બોક્સર વિકાસ ક્રિશ્નાએ પણ ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તમામ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. વેઇટલિફ્ટિંગમાં પૂનમ યાદવે સુવર્ણ ચંદ્રક મેળવતાં ખેલકૂદમંત્રી રાજ્યવર્ધન રાઠોડે ટ્વીટ કરીને ખુશી જાહેર કરી હતી. અગાઉ વેઇટલિફ્ટર સતીશ શિવલિંગમ અને વેંકટ રાહુલ રગાલાએ સુવર્ણપદક મેળવીને ભારતને સફળતા અપાવી હતી. ભારતીય મહિલા હોકી ટીમે પણ શાનદાર પ્રદર્શન કરીને આજે ઇંગ્લેન્ડને પરાજય આપ્યો હતો.