IPL 2018: બ્રાવોએ બાજી પલટી, CSK જીત, મુંબઇની હાર
Live TV
-
IPL-18ની પહેલી જ મેચમાં ડ્વાઈન બ્રાવોએ છેલ્લી ઘડીએ કરેલી ફટકાબાજી અને ઈજાગ્રસ્ત સ્થિતિમાં પણ જરૂરના સમયે ટીમ માટે બેટિંગમાં ઉતરેલા કેદાર જાધવે કરેલી ફટકાબાજી થકી CSKનો IPL-2018ની અત્યંત રોમાંચક બનેલા પ્રથમ મુકાબલામાં MI સામે 1 વિકેટે વિજય થયો છે.
IPL-18ની પહેલી જ મેચમાં ડ્વાઈન બ્રાવોએ છેલ્લી ઘડીએ કરેલી ફટકાબાજી અને ઈજાગ્રસ્ત સ્થિતિમાં પણ જરૂરના સમયે ટીમ માટે બેટિંગમાં ઉતરેલા કેદાર જાધવે કરેલી ફટકાબાજી થકી CSKનો IPL-2018ની અત્યંત રોમાંચક બનેલા પ્રથમ મુકાબલામાં MI સામે 1 વિકેટે વિજય થયો છે. લગભગ હારની સ્થિતિમાં પહોંચેલા CSK વતી બ્રાવોએ મેકક્લાગનની 18મી ઓવરમાં બે છગ્ગા ઉપરાંત એક ચોગ્ગો અને બે વખત 2 રન લીધા હતા અને આમ 20 રન ફટકારતા CSK માટે વિજયની નજીક પહોંચી ગયું હતું. જ્યારે બુમરાહની 19મી ઓવરમાં પણ બ્રાવોએ ત્રણ છગ્ગા ફટકારીને ગેમને લગોલગ લાવી દીધી હતી. પરંતુ 19મી ઓવરના છેલ્લા દડે બુમરાહના બોલે ગતિ પારખવામાં બ્રાવો થાપ ખાઈ જતા મિડઓફ પર કેપ્ટન રોહિત શર્માના હાથે ઝિલાઈ ગયો હતો. હવે CSKની 9 વિકેટ પડી જતાં નાછુટકે કેદાર જાધવ ઈજાગ્રસ્ત હોવા છતાં રમવા આવ્યો હતો. જાધવે 20મી ઓવરમાં પ્રથમ ત્રણ બોલ ખાલી કાઢ્યા બાદ ચોથા બોલે સિક્સર અને પાંચમા બોલે ચોગ્ગો ફટકારીને CSKને એક વિકેટે જીતાડી દીધું હતું.
નીતા અંબાણીએ હાથ જોડી પ્રાર્થના કરી, પણ મેચ CSK જ જીત્યું
મુંબઈ ઈન્ડિયન્સ ટીમની માલિક નીતા અંબાણીએ કટોકટીની પળોમાં હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી હતી. જો કે, ઈશ્વરે પણ તેમની પ્રાર્થનાને તુરંત સ્વીકારી લીધી હોય તેમ બ્રાવોની વિકેટ પડી હતી. બ્રાવોએ 3 ચોગ્ગા અને 7 છગ્ગા વડે 30 બોલમાં 68 રન ફટકાર્યા હતા. પરંતુ છેલ્લે તો CSK જ મેચ જીતી હતી.
જાડેજા પણ આઉટ, CSKના 5/75 : બ્રાવો-જાધવ પર મદાર
CSKની ખોડંગાતી બાજીને સંભાળવાનો પ્રયાસ કરતા રવિન્દ્ર જાડેજા અને કેદાર જાધવ 12મી ઓવરમાં 75 રન સુધી લઈ ગયા હતા. પરંતુ આ તબક્કે જ મુસ્તાફિઝુર રહેમાન ત્રાટક્યો હતો અને જાડેજા 12 રનના અંગત સ્કોરે મહત્ત્વાકાંક્ષી શોટ મારવા જતાં મિડઓફ પર યાદવને કેચ આપી બેઠો હતો. આમ મેચ જીતવા હવે CSKને 48 બોલમાં 91 રનની જરૂર છે અને તેની અડધી ટીમ ઘરભેગી થઈ ચૂકી છે. હવે બધો મદાર 13 રને રમી રહેલા જાધવ અને નવોદિત બેટ્સમેન ડ્વાઈન બ્રાવો પર છે.