Skip to main content
Settings Settings for Dark

કોમનવેલ્થ ગેમ્સ 2022માં જુડોની રમતમાં સુશીલા દેવીએ 48 કિલો વજનમાં સિલ્વર મેડલ જીત્યો

Live TV

X
  • હરજિન્દર કૌરે વેઈટલિફ્ટિંગમાં 71 કિલોગ્રામનું વજન ઉઠાવી કાંસ્યપદક જીત્યો હતો.

    કોમનવેલ્થ ગેમ્સ 2022માં જુડોની રમતમાં સુશીલા દેવીએ 48 કિલો વજનમાં રજત પદક હાંસલ કર્યો છે. વર્ષ 2014 કોમનવેલ્થ ગેમ્સમાં પણ તેમણે 48 કિલો વજન વિભાગમાં રજત પદક મેળવ્યો  હતો. તેઓએ 2019માં સાઉથ એશિયા ગેમ્સમાં  સ્વર્ણ પદક જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુશીલા દેવી ટોક્યો ઓલિમ્પિકમાં એકમાત્ર  ભારતીય જુડો મહિલા ખેલાડી હતી. બીજી તરફ, બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે ફરી વાર કાંસ્યપદક મેળવ્યો છે. જુડોમાં વિજય કુમારે પુરુષોના 60 કિલોગ્રામ વજનમાં શાનદાર પ્રદર્શન કરી જીત હાંસલ કરી છે. તો, હરજિન્દર કૌરે  વેઈટલિફ્ટિંગમાં 71 કિલોગ્રામનું વજન ઉઠાવી  કાંસ્યપદક જીત્યો હતો.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં મહિલા જુડોમાં સિલ્વર મેડલ જીતવા બદલ શુશીલા દેવી લિકમાબામને અભિનંદન પાઠવ્યા છે. જુડોની 48 કિગ્રાની ફાઇનલમાં ભારતની સુશીલા દેવી લિકમાબામનો મુકાબલો દક્ષિણ આફ્રિકાની માઇકેલા વ્હાઇટબોઇ સામે હતો. સુશીલાએ સેમિફાઇનલમાં ઇપ્પોન ખાતે મોરિશિયસની પ્રિસિલા મોરેન્ડને હરાવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply