Skip to main content
Settings Settings for Dark

અચિંતા શેઉલીએ 73 કિલોગ્રામ વેઈટલિફ્ટિંગ કેટેગરીમાં સ્વર્ણપદક જીત્યો, કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન

Live TV

X
  • 20 વર્ષીય અચિંતા શેઉલીએ પુરુષોની 73 કિલોગ્રામ વેઈટલિફ્ટિંગ કેટેગરીમાં સ્વર્ણપદક હાંસલ કર્યો છે.

    બર્મિંગહામમાં ચાલી રહેલ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય વેઈટલિફટરોએ ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. વેઈટલિફ્ટીંગમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરીને 20 વર્ષીય અચિંતા શેઉલીએ પુરુષોની 73 કિલોગ્રામ વેઈટલિફ્ટિંગ કેટેગરીમાં સ્વર્ણપદક હાંસલ કર્યો છે. શેઉલીએ સ્નેચમાં 143 કિલો વજન ઉઠાવીને કોમનવેલ્થ ગેમ્સનો નવો ગેમ્સ રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે શેઉલીએ ક્લીન એન્ડ જર્કમાં પણ 170 કિલોગ્રામ વેઈટલિફ્ટિંગ કરી નવો રેકોર્ડ બનાવ્યો છે. તો, કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ અત્યાર સુધીનો ત્રીજો સ્વર્ણ પદક છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અચિંતા શેઉલીને અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રીએ અચિંતા શેઉલી સાથેની તેમની તાજેતરની વાતચીત પણ શેર કરી હતી જ્યારે ભારતીય ટુકડી CWG ગેમ્સ માટે રવાના થઈ હતી. એક ટ્વિટમાં, પ્રધાનમંત્રી કહ્યું હતું કે, "પ્રતિભાશાળી અચિંતા શેઉલીએ કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીત્યો તેનો આનંદ છે. તે તેના શાંત સ્વભાવ અને મક્કમતા માટે જાણીતા છે. તેમણે આ વિશેષ સિદ્ધિ માટે ખૂબ જ સખત મહેનત કરી છે. તેમના ભવિષ્યના પ્રયાસો માટે મારી તેમને શુભેચ્છાઓ."

    તેમણે ટ્વિટમાં કહ્યું હતું કે, "અમારી ટુકડી કોમનવેલ્થ ગેમ્સ માટે રવાના થઈ તે પહેલાં, મેં અચિંતા શેઉલી સાથે વાતચીત કરી હતી. અમે તેમને તેમની માતા અને ભાઈ તરફથી મળેલા સમર્થનની ચર્ચા કરી હતી. મને એ પણ આશા છે કે, હવે જ્યારે મેડલ જીત્યો હોય ત્યારે તેને ફિલ્મ જોવાનો સમય મળે.”

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply