Skip to main content
Settings Settings for Dark

બર્મિંગહામ રાષ્ટ્રમંડળ રમતોત્સવમાં જેરેમી લાલરિનૂંગાએ વેઇટલિફટીંગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો

Live TV

X
  • જેરેમીએ પુરુષો માટેની વેઇટલીફટીંગમાં 300 કિલોગ્રામ વજન ઉપાડયું હતું.

    બર્મિંગહામ રાષ્ટ્રમંડળ રમતોત્સવમાં જેરેમી લાલરિનૂંગાએ આજે વેઇટલિફટીંગમાં પુરુષોની 67 કિલોગ્રામ વર્ગમાં ભારત માટે સુવર્ણ ચંદ્રક જીત્યો છે. જેરેમીએ પુરુષો માટેની વેઇટલીફટીંગમાં 300 કિલોગ્રામ વજન ઉપાડયું હતું.

    રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ જેરેમીને શુભકામનાઓ પાઠવી છે. તેમણે એક ટ્વિટમાં જણાવ્યું કે, જેરેમીએ ઈજાગ્રસ્ત થવા છતા પણ આત્મવિશ્વાસના બળ પર ઈતિહાસ રચી દીધો છે, લોકોને પ્રેરણા આપી છે અને ભારતીયોને ગૌરવાન્વિત કર્યા છે. ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયુડએ જેરેમીને શુભકામનાઓ પાઠવી છે. તેમણે જણાવ્યું કે, વેઈટલિફ્ટર સતત સારુ પ્રદર્શન કરી રહ્યા છે અને ભારતને ગૌરવ અપાવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જેરેમીને શુભકામનાઓ પાઠવી છે. તેમણે જણાવ્યું કે, દેશની યુવા શક્તિ ઈતિહાસ રચી રહી છે અને જેરેમીએ ભારતને ગૌરવ અપાવ્યું છે. કેન્દ્રીય રમતમંત્રી અનુરાગ ઠાકુરે જેરેમીને શુભકામનાઓ પાઠવી છે. તેમણે જણાવ્યું કે, જેરેમીએ સુવર્ણ ચંદ્રક જીતીને ખેલાડીઓમાં વિકાસનું શાનદાર ઉદાહરણ પાઠવ્યું છે અને અગાઉનો રેકોર્ડ તોડી દીધો છે. ભારતને જેરેમી પર ગર્વ છે.

    બર્મિંગહમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ મીરાબાઈ ચાનુએ અપાવ્યો છે, મીરાબાઈ ચાનુએ 49 કિલોગ્રામ વર્ગમાં સફળતા મેળવી છે.. તેમણે આ મેચમાં 88 કિલોગ્રામ વજન ઉઠાવ્યુ હતુ. મીરાબાઈ ચાનુએ કુલ 201 કિલોગ્રામ વજન ઉઠાવી આ સિદ્ધી મેળવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મીરાબાઈ ચાનુને અભિનંદન પાઠવ્યા હતા. ભારતની વેઈટલિફ્ટર બિંદિયા રાનીએ કોમનવેલ્થ ગેમ્સમાં વેઇટલિફટીંગમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેમણે મહિલાઓના 55 કિલોગ્રામ વર્ગમાં, સિલ્વર મેડલ જીત્યો છે. તેમણે 86 કિલોગ્રામ વજન ઉઠાવ્યુ હતુ. સંકેત મહાદેવ સરગરે પણ 55 કિલોગ્રામ વર્ગના વેઇટલિફટીંગમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભારતીય વેઈટલિફ્ટર ગુરુ રાજાએ 61 કિલોગ્રામ વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેમણે 118 અને ક્લિન એન્ડ જર્કમાં 151 કિલોગ્રામ વજન ઉપાડ્યું હતુ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply