કોમનવેલ્થ રમતોત્સવ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌર ટીમનું નેતૃત્વ કરશે
Live TV
-
29 જુલાઈએ ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે.
બ્રિટનના બર્મિંઘમમાં 28 જુલાઈથી કોમનવેલ્થ રમતોત્સવ શરૂ થઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કોમનવેલ્થ રમતોત્સવ માટે મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. હરમનપ્રીત કૌર 15 સભ્યોની ટીમનું નેતૃત્વ કરશે. સ્નેહ રાણા, હરલીન દેઓલ અને વિકેટકીપર તાનિયા ભાટિયા ભારતીય ટીમમાં પાછા ફર્યા છે અને સ્ટમ્પર તરીકે યસ્તિકા ભાટિયા હશે. ગ્રુપ Aમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બાર્બાડોસ અને પાકિસ્તાન છે. 29 જુલાઈએ ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે. ગ્રુપ બીમાં ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રમંડળ રમતોમાં 24 વર્ષ બાદ ક્રિકેટની વાપસી થઈ રહી છે અને મહિલા ક્રિકેટનું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે.
કોમનવેલ્થ ગેમ્સ માટેની ટીમ ઈન્ડિયા
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), શેફાલી વર્મા, એસ.મેઘના, તાનિયા ભાટિયા, યાસ્તીકા ભાટિયા, દીપ્તી શર્મા, રાજેશ્ર્વરી ગાયકવાડ, પૂજા વસ્ત્રકાર, મેઘના સિંહ, રેણુકા ઠાકુર, જેમિમા રોડ્રિગ્ઝ, રાધા યાદવ, હરલીન દેઓલ અને સ્નેહ રાણા
