કોરિયા માસ્ટર્સની સેમિફાઈનલમાં બે ભારતીય ખેલાડી વચ્ચે થશે ટક્કર
Live TV
-
કોરિયા માસ્ટર્સની સેમિફાઈનલમાં બે ભારતીય ખેલાડી વચ્ચે થશે ટક્કર
કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં આજે ભારત માટે ગર્વ અને ઉત્સાહથી ભરેલો દિવસ છે. ટુર્નામેન્ટની મહિલા એકલની સેમિફાઇનલમાં આજે બે પ્રતિભાશાળી ભારતીય ખેલાડીઓ આમને-સામને ટકરાશે.
રક્ષિતા રામરાજ અને અસ્મિતા ચાલિહા વચ્ચે જંગ
આજની આ મહત્વપૂર્ણ મેચમાં ભારતીય શટલર રક્ષિતા રામરાજ અને અસ્મિતા ચાલિહા સામસામે રમશે. બંને ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરીને સેમિફાઇનલ સુધી પહોંચ્યા છે અને હવે ફાઇનલમાં પોતાનું સ્થાન પક્કું કરવા માટે મેદાન પર પૂરી તાકાત લગાવશે. આ એક 'ઓલ-ઇન્ડિયન' સેમિફાઇનલ મુકાબલો હોવાથી ભારતની ફાઇનલમાં એન્ટ્રી નિશ્ચિત બની ગઈ છે.
ક્યારે અને ક્યાં રમાશે મેચ?
આ મેચ દક્ષિણ કોરિયાના આસનમાં ભારતીય સમય મુજબ સવારે 11-30 વાગ્યે શરૂ થવાની છે.
આ રોમાંચક મુકાબલામાં વિજેતા બનનાર ભારતીય ખેલાડી સીધી ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરશે, જેને લઈને ભારતીય બેડમિન્ટન પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
