Skip to main content
Settings Settings for Dark

ક્રિકેટર ઋષભ પંતને વધુ સારવાર માટે એરલિફ્ટ કરીને મુંબઈ લઈ જવામાં આવ્યો

Live TV

X
  • બીસીસીઆઇ સચિવ જય શાહે પ્રેસ રિલીઝમાં કહ્યું કે ઋષભ પંતને દેહરાદૂનની હોસ્પિટલમાંથી એર એમ્બ્યુલન્સમાં મુંબઈ લાવવામાં આવ્યો છે. ત્યાં વ્યાવસાયિક એરલાઇન ઉડાન ભરવાની સ્થિતિમાં ન હોવાથી એર એમ્બ્યુલન્સમાં લઇ જવાનો નિર્ણય કર્યો હતો.

    ક્રિકેટર ઋષભ પંતને વધુ સારવાર માટે મુંબઈ ખસેડવામાં આવ્યો છે. દિલ્હી ક્રિકેટ એસોસિએશનના ડિરેક્ટર શ્યામ સુંદરે જણાવ્યું કે, ગઈકાલે બપોરે તેને એરલિફ્ટ કરીને મુંબઈ લઈ જવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સારવાર પર નજર રાખી રહ્યું છે અને મેડિકલ ટીમના સતત સંપર્કમાં છે. ગયા મહિનાની 30મી તારીખે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર કાર અકસ્માતનો ભોગ બન્યા બાદ ઋષભ પંતને દેહરાદૂનની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવતી હતી.  

    બીસીસીઆઇ સચિવ જય શાહે પ્રેસ રિલીઝમાં કહ્યું કે ઋષભ પંતને દેહરાદૂનની હોસ્પિટલમાંથી એર એમ્બ્યુલન્સમાં મુંબઈ લાવવામાં આવ્યો છે. ત્યાં વ્યાવસાયિક એરલાઇન ઉડાન ભરવાની સ્થિતિમાં ન હોવાથી એર એમ્બ્યુલન્સમાં લઇ જવાનો નિર્ણય કર્યો હતો. ઘૂંટણની લિંગામેન્ટની ઇજા માટે મુંબઈમાં તેની સારવાર થશે.

    BCCI એ માહિતી આપી હતી કે પંતના માથામાં બે કટ છે. તેના જમણા ઘૂંટણમાં લીગામેંટ ટીયર થઈ ગયું છે અને તેના જમણા કાંડા, પગની ઘૂંટી, પગના અંગૂઠામાં પણ ઈજાઓ છે. તેમજ તેની પીઠ પર ઘર્ષણની ઈજા છે. પંતની હાલત હાલ ખતરાની બહાર છે, પરંતુ હવે બીસીસીઆઈ અને ડીડીસીએએ તેની વધારે સારી સારવાર કરાવવાનો નિર્ણય લીધો છે. એવી અટકળો ચાલી રહી છે કે BCCI આગામી ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પંતને જલદી ફિટ જોવા માંગે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply