Skip to main content
Settings Settings for Dark

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે બીજી T-20 મેચ રમાશે

Live TV

X
  • ભારત અને શ્રીલંકા વચ્ચે આજે બીજી T-20 મેચ પૂનેમાં રમાશે. શ્રીલંકાની ટીમ મેચ જીતવા માટે મેદાને ઉતરશે જ્યારે ટીમ ઈન્ડીયા સીરીઝ કબજે કરવા મેદાને ઉતરશે. આમ બંને ટીમ મેચ જીતવા માટે જોર લગાવશે. સાંજે સાત કલાકે આ મેચ શરૂ થશે.

    ભારત અને શ્રીલંકા વચ્ચે આજે બીજી T-20 મેચ પૂનેમાં રમાશે. શ્રીલંકાની ટીમ મેચ જીતવા માટે મેદાને ઉતરશે જ્યારે ટીમ ઈન્ડીયા સીરીઝ કબજે કરવા મેદાને ઉતરશે. આમ બંને ટીમ મેચ જીતવા માટે જોર લગાવશે. સાંજે સાત કલાકે આ મેચ શરૂ થશે.

    શ્રીલંકા સામે 3 મેચની સિરીઝની પહેલી T20 મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક મેચમાં શ્રીલંકાને 2 રને હરાવ્યું હતું. શ્રીલંકાને છેલ્લી ઓવરમાં 13 રન જોતા હતા, પરંતુ 10 રન જ કરી શક્યા હતા. અને ટીમ ઈન્ડિયા જીતી ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ આપેલા 163 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 160 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેબ્યૂટન્ટ શિવમ માવીએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 22 રન દઈને 4 વિકેટ ઝડપી હતી. ઉમરાન મલિક અને હર્ષલ પટેલે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે બે બેટર્સ રનઆઉટ થયા હતા. શ્રીલંકા તરફથી સૌથી વધુ કેપ્ટન દાસુન શનાકાએ 27 બોલમાં 45 રન કર્યા હતા. તો કુસલ મેન્ડિસે 25 બોલમાં 28 રન કર્યા હતા. વાનિન્દુ હસરંગા (21 રન 10 બોલમાં) અને ચમિકા કરુણારત્ને (23* રન 16 બોલમાં)એ પોતાની ટીમને જીતાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ રહ્યો નહોતા. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ 3 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply