Skip to main content
Settings Settings for Dark

ક્રિકેટ: મુંબઇ-મધ્ય પ્રદેશ વચ્ચે રણજી ટ્રોફી ફાઇનલની શરૂઆત, મુંબઇનો ટોસ જીતી પ્રથમ બેટીંગનો નિર્ણય

Live TV

X
  • રણજી ટ્રોફીનો ફાઇનલ મુકાબલો બેંગલુરૂના એમ ચીનાસ્વામી સ્ટેડીયમ ખાતે રમવામાં આવી રહ્યો છે.

    કર્ણાટકના બેંગલુરૂ ખાતે મુંબઇ અને મધ્યપ્રદેશ વચ્ચે આજથી રણજી ટ્રોફી ફાઇનલની શરૂઆત થઈ ગઈ છે. મુંબઇએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે.

    રણજી ટ્રોફીનો ફાઇનલ મુકાબલો બેંગલુરૂના એમ ચીનાસ્વામી સ્ટેડીયમ ખાતે રમવામાં આવી રહ્યો છે. મુંબઇની આ 47મી રણજી ટ્રોફી ફાઇનલ હશે, મધ્યપ્રદેશની ટીમ 1998-99 બાદ રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચી છે. મુંબઇએ 41 વાર રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે, તો મધ્યપ્રદેશ પ્રથમ રણજી ટ્રોફી ટાઇટલ જીતવાના હેતુ સાથે મેદાન પર ઉતરશે. મુંબઇની ટીમનું નેતૃત્વ પૃથ્વી શો કરી રહ્યા છે, તો મધ્યપ્રદેશના કેપ્ટન આદિત્ય શ્રીવાસ્તવ છે. 

    મધ્યપ્રદેશે આ સીઝનમાં ગુજરાત, મેઘાલય, પંજાબ અને બંગાળને હાર આપી હતી અને કેરળ સામેનો મુકાબલો ડ્રો રહ્યો હતો. મધ્યપ્રદેશે સેમિફાઇનલમાં બંગાળને 174 રનથી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. મુંબઇએ ટુર્નામેન્ટમાં ગોવા, ઓડિશા અને ઉત્તરાખંડને માત આપી હતી, તો સેમિફાઇનલ મુકાબલામાં પ્રથમ ઇનિંગની લીડના આધારે ઉત્તરપ્રદેશ સામે મુકાબલો ડ્રો કરી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply