રણજી ટ્રોફી ફાઇનલમાં મધ્ય પ્રદેશની સ્થિતિ મજબૂત
Live TV
-
રણજી ટ્રોફી ફાઇનલમાં ત્રીજા દિવસની રમતના અંતે મધ્ય પ્રદેશે 3 વિકેટ ગુમાવી 368 રન કર્યા હતા. યશ દુબે અને શુભમ શર્માએ શાનદાર સદી ફટકારી હતી. યશ દુબેએ 133 રન કર્યા હતા અને શુભમ શર્માએ 116 રન કર્યા હતા. શુભમ અને યશે 222 રનની ભાગીદારી નોંધાવી હતી. ત્રીજા દિવસની રમતના અંતે રજત પાટીદાર 67 રન અને કપ્તાન આદિત્ય શ્રીવાસ્તવ 11 રન પર અણનમ હતા. મધ્ય પ્રદેશ મુંબઇના પ્રથમ ઇનિંગના સ્કોરથી હવે 6 રન પાછળ છે. મુંબઇએ પ્રથમ ઇનિંગમાં 374 રન કર્યા હતા. મુંબઇ તરફથી સર્ફરાઝ ખાને 134 રન કર્યા હતા અને યશસ્વી જાયસ્વાલે 78 રન કર્યા હતા. તો મધ્ય પ્રદેશ તરફથી ગૌરવ યાદવે 4 વિકેટ ઝડપી હતી.
