Skip to main content
Settings Settings for Dark

SoU ખાતે દેશના રાજ્યોના રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીઓની પ્રથમ ‘રાષ્ટ્રીય પરિષદ’માં મુખ્યમંત્રી સહભાગી થયા..

Live TV

X
  • સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી રમતવીરોને વૈજ્ઞાનિક તાલીમ આપવાનું એક સક્ષમ માધ્યમ બની છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાષ્ટ્રીય પરિષદના બીજા દિવસે કેન્દ્રીય રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીશ્રી અનુરાગ સિંહ ઠાકુર, કેન્દ્રીય રમત-ગમત રાજ્યમંત્રી નિશિથ પ્રમાણિક તેમજ ગુજરાતના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વગેરેની ઉપસ્થિતિમાં આ પરિષદમાં જોડાયા હતા.

    મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં ભારતની ખેલ-કુદ ઇકો સિસ્ટમને વધુ સંગીન બનાવી ખેલ-કુદ વિશ્વના નકશે દેશને વઘુ ઉંચુ સ્થાન અંકિત કરાવવામાં આ રાષ્ટ્રીય પરિષદમાં થયેલું વિચાર-મંથન અને નિષ્કર્ષ અતિ મહત્વપુર્ણ બનશે. વધુમાં તેમણે કહ્યું કે,  પ્રધાનમંત્રીના દિશા-દર્શનમાં ખેલો ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા, આંતરાષ્ટ્રીય યોગ દિવસ જેવા નવતર અભિગમ અપનાવ્યા છે. તેનાથી દેશમાં રમત-ગમત અને ફિટનેશ પ્રત્યેની એક આખી નવી જ લહેર ઉભી થઇ છે..ખેલાડીઓને અદ્યતન તાલીમથી સજ્જ થઇ વિશ્વ કક્ષાની રમતોમાં ઉજ્જવળ દેખાવ માટેની તકો પ્રાપ્ત થઇ છે.  મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં રમતગમતના લેન્ડસ્કેપના દરેક માળખાને સ્પર્શવા અને વાચા આપવા માટેના તમામ પ્રયાસો અમે કરી રહ્યા છીએ..

    દેશના દરેક રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો પોતાનો અલગ, વૈવિધ્યસભર ખેલકૂદ વારસો, પારંપારિક રમતોની વિરાસત ધરાવે છે.વર્તમાન સમયની અદ્યતન ટેક્નોલોજી સાથે જોડીને તેને સમયાનુકુલ ઓપ આપવાની જરૂરિયાત છે.આ પરિષદનું સામૂહિક વિચાર-મંથન એ દિશામાં ઉત્તમ પ્લેટફોર્મ બનશે. ખેલાડીઓ, કોચ, ટ્રેનર્સ અને અન્ય લોકોને તેમની સાચી ક્ષમતાનો અહેસાસ કરવામાં મદદ માટે વૈજ્ઞાનિક રીતે તાલીમ અને વૈજ્ઞાનિક જ્ઞાન આપવાની જરૂર છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply