રણજી ટ્રોફી ફાઇનલ: ચોથા દિવસની રમતના અંતે મધ્ય પ્રદેશ 49 રનથી આગળ
Live TV
-
રણજી ટ્રોફી ફાઇનલમાં ચોથા દિવસની રમતના અંતે મધ્ય પ્રદેશ 49 રનથી આગળ છે. આજે ચોથા દિવસે મધ્ય પ્રદેશની ઇનિંગ 536 રન પર સમાપ્ત થઇ હતી. યશ દુબે, રજત પાટીદાર અને શુભમ શર્માએ મધ્ય પ્રદેશ તરફથી શાનદાર સદી ફટકારી હતી. યશ દુબેએ 133, શુભમ શર્માએ 116 અને રજત પાટીદારે 122 રન કર્યા હતા. શુભમ અને યશે 222 રનની ભાગીદારી નોંધાવી હતી. મુંબઇએ પ્રથમ ઇનિંગમાં 374 રન કર્યા હતા. મુંબઇ તરફથી સર્ફરાઝ ખાને 134 રન કર્યા હતા અને યશસ્વી જાયસ્વાલે 78 રન કર્યા હતા. તો મધ્ય પ્રદેશ તરફથી ગૌરવ યાદવે 4 વિકેટ ઝડપી હતી. આજે ચોથા દિવસની રમતના અંતે મુંબઇએ બે વિકેટ ગુમાવી 113 રન કર્યા હતા તેથી મુંબઇ એકંદરે મધ્ય પ્રદેશથી 49 રન પાછળ છે.
