ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી 5મી ટેસ્ટ મેચ આજે બપોરે 3 વાગ્યાથી શરુ થશે
Live TV
-
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી ટેસ્ટ મેચ રમાશે. કોરોના સંક્રમીત હોવાથી રોહિત શર્મા આ ટેસ્ટમેચ રમી શકશે નહી જેથી ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. ભારતીય સમય પ્રમાણે બપોરે ત્રણ વાગે ટેસ્ટ મેચ શરૂ થશે. પાંચ ટેસ્ટ મેચની સિરીઝની બાકી ચાર મેચ ગત વર્ષે ઇંગ્લેન્ડમાં રમાઇ હતી. જોકે કોરોનાના કારણે પાંચમી ટેસ્ટ રમી શકાઇ ન હતી. આ શ્રેણીમાં ભારત 2-1 થી આગળ છે. આ ટેસ્ટ જીતીને ભારતને શ્રેણી જીતવાની ઉજળી તક છે. આ મેચનું પરિણામ ડ્રો આવે તો પણ ભારત શ્રેણી જીતશે.
