ક્રિકેટ વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાની બાંગ્લાદેશ સામે 8 વિકેટે જીત, જ્યારે ઇંગ્લેન્ડે પાકિસ્તાનને આપ્યું 338 રનનું લક્ષ્ય
Live TV
-
307 રનના લક્ષ્યને ઓસ્ટ્રેલિયાએ 44.4 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવી હાંસલ કર્યું હતું. જેમાં મિશેલ માર્શે શાનદાર શતક ફટકારતાં 177 રન કર્યા હતા.
વિશ્વકપ 2023માં આજે ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું છે. બાંગ્લાદેશ તરફથી મળેલા 307 રનના લક્ષ્યને ઓસ્ટ્રેલિયાએ 44.4 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવી હાંસલ કર્યું હતું. જેમાં મિશેલ માર્શે શાનદાર શતક ફટકારતાં 177 રન કર્યા હતા. તો બીજી મેચ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે પાકિસ્તાનને જીતવા માટે 338 રનનું લક્ષ્ય આપ્યું છે. પાકિસ્તાનની શરૂઆત નબળી રહેતા માત્ર 10 રનમાં જ બે વિકેટ ગુમાવી દીધી છે. છેલ્લા સમાચાર મુજબ પાકિસ્તાનના 30 ઓવરમાં 5 વિકેટે 145 રન થયા છે.
