ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સના ત્રીજા દિવસે ટેબલ ટેનિસ, નિશાને બાજીની મેચો વચ્ચે થશે જંગ
Live TV
-
મધ્યપ્રદેશમાં ખેલો ઈન્ડિયા યુવા રમત ઉત્સવનો આરંભ થઈ ગયો છે. આગામી 11મી ફેબ્રુઆરી સુધી ચાલનાર આ રમત ઉત્સવમાં દેશભરના છ હજારથી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.આજે ત્રીજા દિવસે ટેબલ ટેનિસમાં પદકો જીતવા માટે ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા થશે. આજે બાસ્કેટબોલ, આર્ચરી, વોલીબોલ,જીમ્નાસ્ટીક,ફૂટબોલ સહિતની રમતો રમાશે.કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભોપાલમાં આ રમત ઉત્સવનું ઉદઘાટન કર્યું હતું. અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું, કે, ખેલો ઈન્ડિયા રમતો ગરીબ વર્ગના બાળકોને રમત ક્ષેત્રે આગળ વધવાની તક પૂરી પાડે છે. હવે સ્થાનિક કક્ષાના શ્રેષ્ઠ રમતવીરો ખેલો ઈન્ડિયા થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતો માટે આગળ વધી શકે છે. તો મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખેલો ઈન્ડિયા રમત ઉત્સવમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર મધ્યપ્રદેશના દરેક રમતવીરને પાંચ લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.
