Skip to main content
Settings Settings for Dark

T20 ઈતિહાસમાં ભારતીય ક્રિકેટ ટીમે 168 રનની લીડથી મેળવી સૌથી મોટી જીત

Live TV

X
  • ભારતીય બોલરોની સામે ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 66 રનમાં ઓલઆઉટ થઈ ગઈ

    ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ T20 મેચમાં ભારતે હાલ સુધીની પોતાની સૌથી મોટી જીત મેળવી હતી. રોમાંચ ભરેલી આ મેચમાં પહેલા ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કરતા ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલે ધમાકેદાર બેટિંગ કરીને સદી ફટકારવાની સાથે ટીમ ઈન્ડિયાના સ્કોરને 234 રન બનાવ્યા હતા. જવાબમાં 235 રનના લક્ષ્યને પહોંચવા માટે મેદાનમાં ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે શરૂઆતની 10 ઓવરમાં જ 8 વિકેટ ગુમાવી બેઠી હતી અને 12મી ઓવરની શરૂઆતમાં 66 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાના બોલર્સે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. જેમાં સૌથી વધારે ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ચાર વિકેટો ઝડપી હતી. તો અર્શદીપ સિંહ, શિવમ નાવી અને ઉમરાન મલિકે 2-2 વિકેટો લીધી હતી. આ મેચની જીત પછી ટીમ ઈન્ડિયાએ 2-1થી T20 સીરિઝ પોતાના નામે કરી છે. શુભમન ગિલને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, જ્યારે હાર્દિક પંડ્યાને પ્લેયર ઓફ ધ સીરિઝ પસંદ કરવામાં આવ્યો હતો. હવે ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયા 4 મેચની ટેસ્ટની સીરિઝ અને 3 વનડે મેચની સીરિઝ 9 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે.   

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply