દમણના મુક્કાબાજ સુમિતે 5-0 થી ભાનુ પ્રકાશને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં મેળવ્યું સ્થાન
Live TV
-
ઈન્ડિયા યુવા રમતોત્સવમાં 63.5 થી 67 કિગ્રા વજન વર્ગની વ્યક્તિગત ઈવેન્ટમાં દમણના મુક્કાબાજ સુમિતે પાંચ વિરુદ્ધ શૂન્ય પોઈન્ટથી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે.
દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી અત્યાર સુધીની સૌથી મોટી 39 ખેલાડઓની ટુકડીએ આ રમતોત્સવમાં ભાગ લીધો છે. મધ્યપ્રદેશમાં 30 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાએલી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં મુક્કાબાજ સુમિતે રાષ્ટ્રીય સ્તરે ચંદ્રક વિજેતા આંધ્ર પ્રદેશના ભાનુ પ્રકાશને હરાવ્યો છે અને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો છે. હવે તેનો મુકાબલો દિલ્હીના મુક્કાબાજ સાથે થશે.
