ખેલો ઈન્ડિયા સ્કૂલ ગેમમાં ગુજ્જુ ખેલાડીઓનો દબદબો, કુલ 7 મેડલ જીત્યા
Live TV
-
ખેલો ઈન્ડિયા રમતોત્સવમાં ગુજરાતે અત્યાર સુધીમાં 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 7 મેડલ જીત્યા
નવી દિલ્હી ખાતે યોજાઈ રહેલા ખેલો ઈન્ડિયા સ્કૂલ ગેમ્સમાં ગુજરાતે અત્યાર સુધીમાં 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 7 મેડલ જીતી લીધા છે. બુધવારે ગુજરાત - કર્ણાટક વચ્ચે રમાયેલી ખો-ખો ગર્લ્સ સેમી ફાઈનલમાં ગુજરાતની ગર્લ્સ ટીમે 10-8 થી શાનદાર વિજય મેળવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ગુજરાતના મયંક કાદિયને 60 કિગ્રા જૂડોમાં અને વિશાલ મકવાણાએ 3,000 મીટર દોડમાં ગોલ્ડ મેળવ્યો છે, જ્યારે ભાવિકા પટેલે 40 કિગ્રા ફ્રી સ્ટાઈલ રેસલિંગ અને સનોફર પઠાણે 70 કિ.ગ્રા. ફ્રી સ્ટાઈલ રેસલીંગમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ ઉપરાંત કબડ્ડીમાં બોયઝ ટીમે વોલીબોલમાં ગર્લ્સ ટીમે અને 50 મીટર બટર ફલાય સ્વીમિંગમાં સારંગ ડોલ્ફીએ બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યા છે. ખેલો ઈન્ડયા સ્કૂલ ગેમ્સમાં કુલ 71 મેડલ જીતીને મહારાષ્ટ્ર સૌથી આગળ છે. જ્યારે 65 મેડલ સાથે દિલ્હી બીજા અને 57 મેડલ સાથે હરિયાણા ત્રીજા ક્રમે છે.