ખેલો ઈન્ડિયા સ્કૂલ ટીમ ગુજરાતની સાથે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની
Live TV
-
ગુજરાતના ખેલાડીઓની નવી દિલ્હીમાં કેન્દ્રીય ટેક્સટાઈલ્સ અને માહિતી પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ મુલાકાત કરી હતી. ખેલો ઈન્ડિયા સ્કૂલ ગેમ્સ-2018માં રમવા માટે ગુજરાતના ખેલાડીઓ ગયા છે જ્યાં કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ મુલાકાત કરી, તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાનીએ તમામ ખેલાડીઓ સાથે ફોટો પણ પડાવ્યો હતો. ગુજરાત સ્પોર્સ્ટના ટ્વીટર પર જાણકારી શેર કરાઇ છે, આ સાથે જ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ ટ્વીટ કરી ફોટોગ્રાફ્સ શેર ક્યા છે.