Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
2nd વન-ડે: આફ્રિકામાં ભારતની બીજી મોટી જીત, સીરિઝ 2-0થી આગળ | DD News Skip to main content
Settings Settings for Dark

2nd વન-ડે: આફ્રિકામાં ભારતની બીજી મોટી જીત, સીરિઝ 2-0થી આગળ

Live TV

X
  • સેંચુરિયનમાં ટીમ ઇન્ડિયાએ આફ્રિકાને 9 વિકેટે હરાવી 6 મેચની શ્રેણીમાં 2-0થી જીત મેળવી

    સેંચુરિયનમાં ટીમ ઇન્ડિયાએ આફ્રિકાને 9 વિકેટે હરાવી 6 મેચની શ્રેણીમાં 2-0થી જીત મેળવી છે. સુપર સ્પોર્ટ્સ પાર્ક મેદાનમાં કેપ્ટન વિરાટ કોહલી અને શિખર ધવનની ધમાકેદાર બેટિંગથી ભારતીય ટીમે 20.3 ઓવરમાં જીત મેળવી લીધી છે. ભારતે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરી સાઉથ આફ્રિકાને બેટિંગ સોંપી હતી. ત્યારબાદ સાઉથ આફ્રિકા ભારતીય બોલરોના સપાટા સામે વધારે ટકી શકી નહીં અને માત્ર 118 રન બનાવી પૂરૂ ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. તે પછી ભારતે 119 રનના ટાર્ગેટનો પીછો કરી 20 ઓવરમાં માત્ર એક વિકેટના નુકશાને 09 વિકેટે શાનદાર મોટી જીત મેળવી લીધી છે. આ મેચમાં બોલિંગમાં યૂજવેન્દ્ર ચહલે 5 વિકેટ લીધી, જ્યારે શિખર ધવનને અડધી સદી ફટકારી ભારતને મોટી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. ઉલ્લેખનીય છે કે, ભારતે ડરબનમાં પ્રથમ વન-ડે મેચ જીતી 6 મેચની સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી હતી, હવે આ મેચ જીતેને તેણે 2-0ની સરસાઈ મેળવી લીધી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply