ગાંધીધામ ખાતે ગુજરાત રાજ્ય રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાઈ
Live TV
-
ગાંધીધામમાં યોજાયેલી બીજી ગુજરાત રાજ્ય રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ફિલ્ઝાહ કાદરીએ મહિલાઓના સિંગલ્સનો જ્યારે જલય મહેતાએ પુરુષોના સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે.
રવિવારે રમાયેલી ફાઈનલમાં ફિલ્ઝાહ કાદરીએ ટોચનું ક્રમાંક ધરાવતી ફ્રેનાઝ છિપિયાને 5-1થી પરાજય આપીને સિંગલ્સનો ખિતાબ જીતી લીધો હતો. એવી જ રીતે પુરૂષોની સિંગલ્સમાં વડોદરાના જલય મહેતાએ આઠમો ક્રમાંક ધરાવતા રાજકોટના જયનીલ મહેતાને 4-1થી પરાજય આપીને સિંગલ્સનો ખિતાબ જીતી લીધો હતો.
15 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ માટેની સબ જુનિયર ગર્લ્સ વિભાગની ફાઈનલમાં ભાવનગરની રિયા જયસ્વાલે અમદાવાદની પ્રથા પવાર સામે 4-0થી વિજચ મેળવીને ખિતાબ મેળવ્યો હતો. 19 વર્ષથી ઓછી ઉંમરની જુનિયર ગર્લ્સની ફાઈનલમાં પ્રથા પવારે અર્ની પરમારને હરાવીને ખિતાબ મેળવ્યો હતો. 17 વર્ષથી ઓછી ઉંમરની જુનિયર ગર્લ્સ વિભાગની ફાઈનલનો ખિતાબનિધિ પ્રજાપતિએ જીતી લીધો હતો.
