ગાંધીનગરની પારૂલ ઓલિમ્પિકમાં પેરા બેડમિન્ટન રમનાર દેશની પ્રથમ મહિલા ખેલાડી બનશે
Live TV
-
ગાંધીનગરની પારુલ પરમાર ટોકિયોમાં રમાનારી ઓલિમ્પિકમાં પેરા બેડમિન્ટન રમનારી દેશની પ્રથમ મહિલા ખેલાડી બનશે.
ગાંધીનગરની પેરા બેડમિન્ટનની મહિલા દિવ્યાંગ ખેલાડી અર્જુન એવોર્ડી પારૂલ પરમાર હવે વર્ષ 2021માં જાપાનના ટોકિયો ખાતે યોજાનારી આગામી ઓલિમ્પિકમાં સિંગલ્સમાં રમી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ ભારતની પહેલી મહિલા ખેલાડી છે જે ઓલિમ્પિકની પેરા બેડમિન્ટનમાં રમશે. આ સાથે તેઓ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં કેટેગરીમાં પણ પહેલીવાર ઓલિમ્પિક રમશે.
ઓલિમ્પિકમાં પેરા બેડમિન્ટન રમનારી દેશની પ્રથમ મહિલા ખેલાડીકોરોનાવાયરસના કારણે ટોક્યો ઓલિમ્પિક એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવી હતી . હવે ગેમ્સ 2021માં યોજાશે, પરંતુ ભારતનું લક્ષ્ય 2028ના ઓલિમ્પિક મેડલ ટેલીમાં ટોપ 10માં આવવાનું છે. આ અંતર્ગત રમત મંત્રાલયે વન સ્ટેટ, વન ગેમ્સ માટેની યોજના તૈયાર કરી છે. આ માટે 14 રમતોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગાંધીનગરની પારૂલ પરમાર ઓલિમ્પિકમાં પેરા બેડમિન્ટન રમનારી દેશની પહેલી મહિલા ખેલાડી બનશે.
