સાનિયા મિર્ઝા અને બેથાની મેટેકની જોડીનો વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ
Live TV
-
ભારતની સાનિયા મિર્ઝા અને અમેરિકન બેથાની મેટેકની જોડીએ વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. સાનિયા અને બેથાનીની જોડીએ એલેક્સા અને ડેઝીઆરીની જોડીએ સીધા બે સેટોમાં પરાજય આપીને સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. સાનિયા મિર્ઝાની ટેનિસ રમતની કારકિર્દીનો આ 121 મો વિજય હતો. સાનિયા મિર્ઝા ઓલિમ્પિક રમતોમાં ભારતીય મહિલા ટેનિસ ટીમનું રમતોમાં ભારતીય મહિલા ટેનિસ ટીમનું નેતૃત્વ કરવાની હોવાથી વિમ્બલ્ડન સ્પર્ધામાં તેનું ફોર્મ અગત્યનું ગણાવી શકાય.
