Skip to main content
Settings Settings for Dark

ફૂટબોલ-યુરો કપ અને કોપા અમેરિકામાં ક્વાર્ટર ફાઇનલની જંગ શરૂ

Live TV

X
  • યુરો કપમાં આજથી ક્વાર્ટર ફાઇનલનાં મુકાબલાની શરૂઆત થશે. પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનનો મુકાબલો સ્વિત્ઝર્લેન્ડ સામે થશે. આ મેચ રશિયાના ક્રેસટોવસ્કી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે 9.30 વાગ્યાથી શરૂ થશે. બીજી ક્વાર્ટર ફાઇનલ મેચમાં બેલજીયમનો સામનો ઇટાલી સામે થશે. આ મેચ જર્મનીના એલાઇન્સ એરિના ખાતે રમાશે. આ મેચ મધરાત બાદ એટલે ભારતીય સમય પ્રમાણે શનિવારે 12.30 વાગ્યાથી શરૂ થશે. 

    બ્રાઝિલમાં રમાઇ રહેલી કોપા અમેરિકા ટુર્નામેન્ટમાં પણ ક્વાર્ટર ફાઇનલ મેચની શરૂઆત થશે. કોપા અમેરિકાની પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મેચમાં પેરૂ અને પારાગ્વે આમને-સામને થશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે શનિવારે મધરાત બાદ 2.30 વાગ્યાથી શરૂ થશે. બીજી ક્વાર્ટર ફાઇનલ મેચમાં બ્રાઝિલનો સામનો ચિલી સામે થશે. આ મેચ શનિવારે વહેલી પરોઢે 5.30 વાગ્યાથી શરૂ થશે. બ્રાઝિલ આ ટુર્નામેન્ટ જીતવા માટે પ્રબળ દાવેદાર મનાય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply