Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર મહાનગરપાલિકા અને "હેય ગાંધીનગર"ના સંયુક્ત ઉપક્રમે પેરિસ ઓલિમ્પિક 2024 ની થીમ પર જલસા સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું.

Live TV

X
  • ગાંધીનગર મહાનગરપાલિકા અને "હેય ગાંધીનગર"ના સંયુક્ત ઉપક્રમે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ ની થીમ પર મહાત્મા ગાંધી પથ, ઘ-૪ અને ગ-૪ અંડરપાસ ની વચ્ચે, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પાસે જલસા સ્ટ્રીટ નું આયોજન કરવામાં આવ્યું હતું.

    જેમાં ગાંધીનગરના રહેવાસીઓએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો. જેમાં ડાન્સ, ડીજે ડાન્સ, ગરબા તથા સંગીત ખુરશી, રસ્સા ખેંચ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત યુનિવર્સલ ગ્રુપ દ્વારા સ્કેટિંગ તથા ટાઇકોન્ડો જેવી રમતોનું અને યુજીડીસી ગ્રુપ દ્વારા ગરબાનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. તથા યુ જી ટી સી ગ્રુપના ટ્રેનર  વનરાજ મોદી દ્વારા ઝુમ્બા ની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત રેન્ડમ ક્વિઝ કરી લોકોમાં પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ તથા ભારતીય રમતવીરો અને વિવિધ રમતો અંગે જાગૃતિ ફેલાવવામાં આવેલ. જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર સ્પર્ધકોને ગાંધીનગર મહાનગરપાલિકાના માન. મેયર શ્રીમતી મીરા પટેલ તથા માન. નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી બી.આર આહીર દ્વારા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply