પેરિસ ઓલિમ્પિકમાં લક્ષ્ય સેમિફાઇનલમાં ડેન્માર્કના ડિફેન્ડિંગ ચેમ્પિયન વિક્ટર એક્સેલસનનો સામનો કરશે
Live TV
-
પેરિસ ઓલિમ્પિકમાં લક્ષ્ય સેમિફાઇનલમાં ડેન્માર્કના ડિફેન્ડિંગ ચેમ્પિયન વિક્ટર એક્સેલસનનો સામનો કરશે
ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિક 2024માં શાનદાર પ્રદર્શન કર્યું છે અને મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. લક્ષ્ય સેને ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેનને 19-21, 21-15, 21-12થી હરાવ્યો હતો. પ્રથમ વખત કોઈ ભારતીય બેડમિન્ટન ખેલાડી ઓલિમ્પિક ગેમ્સમાં મેન્સ સિંગલ્સની સેમિફાઈનલમાં પહોંચ્યો છે. હવે લક્ષ્ય સેમિફાઇનલ મેચ જીતીને ઓછામાં ઓછું સિલ્વર મેડલ સુનિશ્ચિત કરવા માંગશે.
લક્ષ્ય સેનનો મુકાબલો ગત વર્ષના ડેન્માર્કના ચેમ્પિયન વિકટર એકસેલેન્સ સાથે થશે. વિકટર હાલમાં વર્લ્ડ રેકિંગમાં બીજા સ્થાને છે. તો હોકીની ક્વાટર ફાઇનલ મેચમાં ભારતનો મુકાબલો આજે ગ્રેટ બિટન સાથે થશે.
