Skip to main content
Settings Settings for Dark

ગુજરાતી ઉર્વિલ પટેલની તોફાની ઈનિંગ, CSKએ LSGને 5 વિકેટથી હરાવ્યું

Live TV

X
  • ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 53મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામે 5 વિકેટે જીત મેળવી છે. આ સાથે CSKએ પોઈન્ટ ટેબલમાં એક સ્થાનની છલાંગ લગાવી છે.

    ચેન્નાઈ સુપર કિંગ્સ 11માંથી 6 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ, 11માંથી 8 મેચ હારીને લખનઉ સુપર જાયન્ટ્સ સૌથી અંતિમ સ્થાને છે.

    એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી લખનઉ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. જોશ ઇંગ્લિસ અને મિશેલ માર્શની ઓપનિંગ જોડીએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને ખેલાડીઓએ 5.1 ઓવરમાં 77 રનની ભાગીદારી કરી હતી. મિશેલ માર્શ 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા, જ્યારે જોશ ઇંગ્લિસ 33 બોલમાં 6 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી 85 રન બનાવીને આઉટ થયા હતા. ઓપનિંગ જોડી આઉટ થયા બાદ ટીમે 147 ના સ્કોર સુધી પોતાની છઠ્ઠી વિકેટ પણ ગુમાવી દીધી હતી.

    અહીંથી શાહબાઝ અહેમદે હિંમત સિંહ સાથે સાતમી વિકેટ માટે 32 બોલમાં 50 રનની ભાગીદારી કરીને ટીમને વિશાળ સ્કોર સુધી પહોંચાડી હતી. શાહબાઝ 25 બોલમાં 3 છગ્ગા અને એટલા જ ચોગ્ગા સાથે 43 રન બનાવી અણનમ રહ્યા હતા, જ્યારે હિંમતે 12 બોલમાં 17 રનની ઇનિંગ રમી હતી. વિરોધી ટીમ તરફથી જેમી ઓવરટને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. અંશુલ કંબોજે 2 વિકેટ અને નૂર અહેમદે 1 વિકેટ ઝડપી હતી.

    જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 19.2 ઓવરમાં મેચ જીતી લીધી હતી. સંજુ સેમસને કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ સાથે 3.4 ઓવરમાં 45 રનની ભાગીદારી કરી હતી. સંજુ 14 બોલમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 28 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા.

    અહીંથી ઉર્વિલ પટેલે તોફાની ઇનિંગ રમતા માત્ર 13 બોલમાં અડધી સદી ફટકારી હતી, જે આઈપીએલ ઈતિહાસની સંયુક્ત રીતે સૌથી ઝડપી ફિફ્ટી છે. આ બાબતમાં તેણે યશસ્વી જાયસ્વાલની બરાબરી કરી છે. ઉર્વિલે ઋતુરાજ ગાયકવાડ સાથે બીજી વિકેટ માટે 34 બોલમાં 81 રનની ભાગીદારી કરીને ટીમને જીતના માર્ગે લાવી દીધી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply