ગોલ્ડ કોસ્ટઃ વેઇટલિફ્ટરમાં ભારતે મેળવ્યો સિલ્વર મેડલ
Live TV
-
ઑસ્ટ્રેલિયાના ગૉલ્ડ કૉસ્ટમાં 21મા કૉમનવેલ્થ રમતોત્સવમાં ભારતીય અભિયાનની શરૂઆત - પ્રથમ દિવસે જ વેઈટલિફ્ટિંગમાં ભારતને મળી સફળતા - 56 કિલોગ્રામ વર્ગમાં ગુરુરાજાએ જીત્યો સિલ્વર મેડલ
ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં આયોજીત 21મી કોમનવેલ્થ ગેમ્સમાં, આજથી ભારતીય અભિયાનની શરૂઆત થઇ ગઇ છે. ગેમ્સના પ્રથમ દિવસે ભારતની શરૂઆત શાનદાર રહી છે, અને વેઇટલિફટીંગમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. વેઇટલિફ્ટિંગમાં 56 કિ.ગ્રામ ભાર વર્ગમાં ગુરૂરાજાએ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. આ સિવાય બેડમિન્ટનની મિક્સ ટીમ ઇવેન્ટમાં ભારતે શ્રીલંકાને 21-15, 19-21, 22-20 થી હરાવ્યું હતું. ભારતના પ્રણવ ચોપડા અને રૂત્વિકાએ, શ્રીલંકાની જોડી સચિન દયાસ અને તિલિની પ્રમોદિકાને ગ્રુપ એકની મિક્સ ટીમ ઇવેન્ટમાં 21-15, 19-21, 22-20થી હરાવી હતી. બીજી તરફ હોકીમાં ભારતીય મહિલા ટીમનો 3-2થી પરાજય થયો હતો