IPL ના નવા નિયમ, સિઝન વચ્ચે થઇ શકશે ખેલાડીની ટ્રાન્સફર
Live TV
-
IPL ના નવા નિયમ, પ્લેયર્સને એક ટીમમાંથી બીજી ટીમમાં ટ્રાન્સફર કરી શકાશે
7 એપ્રિલથી ક્રિકેટની સૌથી ઝડપી લીગ IPL 2018ની શરૂઆત થઇ રહી છે. આ વખતે 11મી સિઝન ક્રિકેટ લવર્સ માટે ઘણી ખાસ થવા જઇ રહી છે. જેનું કારણ છે નવા નિયમ. જી હાં, આ વખત તમે આઇપીએલમાં કેટલાક એવા નિયમ જોશો જે પહેલા ક્યારેય ઉપયોગમાં લેવામાં આવ્યા નથી. આઇપીએલ વચ્ચે એક ટીમમાંથી બીજી ટીમમાં પ્લેયર્સે જવુ હોય અથવા ડીઆરએસનો ઉપયોગ પ્રથમ વખત જોવા મળશે.
સિઝન વચ્ચે થઇ શકશે ખેલાડીની ટ્રાન્સફર
આઇપીએલમાં સૌથી રસપ્રદ નિયમ એ છે કે આ વખતે સિઝન વચ્ચે પ્લેયર્સને એક ટીમમાંથી બીજી ટીમમાં ટ્રાન્સફર કરી શકાય છે. નવા નિયમ અનુસાર 25મી મેચ બાદ અનકેપ્ડ અને વિદેશી ખેલાડી બીજી ટીમમાં ટ્રાન્સફર થઇ શકે છે, જેવી રીતે ફૂટબોલમાં હોય છે.
- આ નિયમ માત્ર વિદેશી અને અનકેપ્ડ ખેલાડીઓ માટે જ હશે. બે ટીમ વાત કરીને આવુ કરી શકે છે. જો કે જે વિદેશી પ્લેયર્સે માત્ર 2 અથવા તેનાથી ઓછી મેચ રમી હોય તે જ આ નિયમ હેઠળ ટ્રાન્સફર થઇ શકે છે. જેમાં ભારતીય પ્લેયર્સને ટ્રાન્સફર નહીં કરી શકાય.