Skip to main content
Settings Settings for Dark

છોટાઉદેપુરઃ એક્લવ્ય તિરંદાજી એકેડેમીના પાંચ તિરંદાજો રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામ્યા

Live TV

X
  • છોટાઉદેપુર જિલ્લાની નસવાડી એકલવ્ય તિરંદાજી એકેડેમીના પાંચ તિરંદાજો રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામ્યા. ઝારખંડના જમશેદપુર ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં આ તિરંદાજો પોતાનું કૈશલ્ય દર્શાવશે.

    આજે 1/10/2021 થી 10/10/2021 દરમ્યાન ઝારખંડના જમશેદપુર ખાતે યોજાનાર સિનિયર વિભાગ ઓલ ઇંડિયા તિરંદાજી સ્પર્ધામાં નસવાડી સ્થિત એકલવ્ય એકેડેમીના 5 તિરંદાજોએ ભાગ લીધો છે. જેમા કમ્પાઉંડ વિભાગમાં આંતરરાષ્ટ્રીય ખેલાડી પાયલબેન રાઠવા, ભાઇઓ વિભાગમાં રાઠવા મુકેશભાઇ રેલીયાભાઇ, ભીલ મુકેશભાઇ સામજીભાઇ અને રીકર્વ વિભાગમાં ડું.ભીલ અશ્વિનભાઇ મોગીયાભાઇ વસાવા, કમલેશભાઇ સંજયભાઇએ ભાગ લીધો છે. આમ કુલ પાંચ ખેલાડીઓ ગુજરાત રાજયની ટીમમાં પ્રતિનિધિત્વ કરશે. એકલવ્ય તિરંદાજી એકેડેમીના સ્થાપક રાષ્ટ્રીય વિજેતા તિરંદાજ તિરંદાજી એસોસીએશન ઓફ ઇંડીયાના જોઇંટ સેક્રેટરી દિનેશભાઇ ભીલના જણાવ્યા અનુસાર ખેલાડીઓ પેરીસ ખાતે ૨૦૨૪ માં યોજાનાર ઓલમ્પિકની રમતોમાં પસંદગી થવા રોજની 10 કલાક જેટલી મેહનત કરે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply